સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વહીવટી વિભાગને તાળાબંધી, કર્યો ઉગ્ર વિરોધ..

617
Published on: 3:59 pm, Tue, 16 March 21

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓને રૂપિયા ભર્યા હોવા છતાં હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી. આ અંગે 15 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગને તાળાંબંધી કરવામાં આવી હતી. આ સાથે કુલપતિને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત CYSS ના વિદ્યાર્થી નેતા દર્શિત કોરાટ, સાગર ગેડીયા, સંકેત ગજેરા સહિત 30 વિદ્યાર્થી કાર્યકર્તા ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી થી અટકાયત કરવામાં આવી.

દોઢ વર્ષે પહેલા ટેબલેટ માટે હજાર રૂપિયાની ડિપોઝિટ ભરી હતી

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના માટે રાજ્ય સરકારની નમો ટેબલેટ યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ પ્રાપ્ત થવા જોઈએ અને થયા પણ છે તેનાથી અમે વાકેફ છીએ. પરંતુ વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં હતા અને જેમણે ટેબલેટ માટે હજાર રૂપિયાની ડિપોઝિટ ભરી હતી તેવા અનેક વિદ્યાર્થીઓને હજી સુધી આજે 1.5 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી.

બધા જ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા એક હજાર રૂપિયાની સ્લીપ પણ આપવામાં આવી છે. જે આ તમામ વિદ્યાર્થીઓ પાસે હાજર છે ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ અંગે કોલેજ પ્રશાસનને પૂછવામાં આવતા તેમનું કહેવું છે કે અમને ઉપરથી હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી.

દોઢ વર્ષે પણ ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓનો વિરોધ

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી.

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, જો ટેબલેટ પ્રાપ્ત નથી થયા અને વિદ્યાર્થીઓને ટેબલેટ મળવાપાત્ર નથી તો છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા નથી કરોડો વિદ્યાર્થીઓનો રૂપિયા સરકાર પાસે છે તેમનું વ્યાજ પણ સરકાર પાસે છે તો એ તમામ રૂપિયા વિધાર્થીઓને વ્યાજ સહિત પરત કરવામાં આવે અથવા તો તેમને નમો ટેબલેટ યોજના અનુસાર પ્રાપ્ત થનારા ટેબલેટ આપવામાં આવે અને આ અંગે વહેલામાં વહેલી તકે યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લઈને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317