દિવાળી નજીક આવતા જ સુરતના મોટા વરાછા અને વેલંજા રોડ પર 2 લૂંટની ઘટના, જાણો કિસ્સો

1483
Published on: 9:08 am, Mon, 9 November 20

સુરત ગુજરાત

દિવાળી નજીક આવતા જ સુરત શહેર માં ચોરો બન્યા સક્રિય , રાત્રે તો ચોરીઓ થતી જ હતી પરંતુ હવે ભર બપોરે પણ ચોરીઓ થવા લાગી બોલો,

કામરેજ , ઉમરા , વેલન્જા , મોટા વરાછા માં ચોરી ના બનાવો વધ્યા હોવા છતાં પેટ્રોલીંગ થઈ રહ્યું નથી. ઉમરા વેલન્જા એસ.એમ.સી માં ભળી ગયું હોવા છતાં રોડ પર સ્ટ્રીટલાઈટ ની સુવિધાઓ ન હોવાને કારણે ચોરો ને બીક રહી નથી.

સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણે અસામાજિક તત્ત્વોને કાયદો અને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં અવાર નવાર ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે ગણતરીના કલાકમાં જ 6 ઈસમો દ્વારા બાઈક પર જતાં ચાર લોકો પર લૂંટ ચલાવી હોવા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઘટના સુરતના મોટા વરાછા અને વેલંજા રોડ પર બનવા પામી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગૌતમપાર્કમાં રહેતા રાજેશ ઠુંમર અને તેમના સંબંધી નટુ નામના વ્યક્તિ ગુરુવારે રાત્રિના સમયે બાઇક લઇને અમરોલીના ઉત્રાણ પાસે આવેલા સુમન આવાસના પાછળના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક એક મોપેડ અને બાઈક પર 6 જેટલા આવ્યા હતા. આ ઈસમોએ રાજેશ ઠુંમર અને તેમની સાથે રહેલા નટુ નામના વ્યક્તિને પકડી લીધા હતા અને તેમની પાસે રહેલો રોકડા 17,000 રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરીને તમામ ઇસમો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાના પગલે રાજેશ ઠુંમરે તાત્કાલિક અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત બીજી ઘટના સુરતના મોટા વરાછા અને વેલંજા વિસ્તાર વચ્ચે આવેલા દુખિયાના દરબાર વાળા રોડ પર બનવા પામી હતી. સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલી અમરદીપ સોસાયટીમાં રહેતા સુનિલ નાકરાણી તેમના સંબંધી દિનેશ નામના વ્યક્તિ સાથે બાઈક લઈને મોટા વરાછા દુખિયાના દરબાર વાળા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા ઇસમોએ સુનિલ નાકરાણી અને દિનેશને આંતરી લીધા હતા અને ચપ્પુ બતાવીને સુનિલ નકરાણી અને દિનેશની પાસે રહેલા 9,500 રૂપિયા રોકડા લઈને ફરાર થયા હતા.

આ ઘટનામાં લૂંટારુઓએ સુનિલ નકરાણીને હાથના ભાગે ઇજા પણ કરી હતી. આ સમગ્ર મામલે સુનિલ નાકરાણીએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં બે લૂંટની ઘટનાઓ સામે આવતા આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા લૂંટારુઓને કેટલાક દિવસોની અંદર પકડવામાં આવશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ