સાપુતારા : રવિવાર ની મજા પડી ભારે, પરિવારને નડ્યો ગંભીર અક્સ્માત, પત્નીની નજર સામે પતિનું મોત..

3018
Published on: 7:00 pm, Mon, 26 July 21
• પત્નીની નજર સામે પતિનું મોત
• સાપુતારા મજા માણવા જતા પરિવારને નડ્યો ગંભીર અક્સ્માત

કોરોનાકાળ દરમિયાન લોકડાઉન સમયે રાજ્યમાં માર્ગ અકસ્માત ની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકની એક નજીવી ભૂલના કારણે રોજે-રોજ માર્ગ અકસ્માતમાં લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. ત્યારે આજે ડાંગ જિલ્લામાં એક દિપતીને રોડ અકસ્માત નડ્યો છે, જેમાં એકનું મોત થયું છે, તો એકને ગંભીર ઈજા પહોંચી છે.

જકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાયો છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન સમયે રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ-જેમ છૂટછાટ મળતી ગઈ તેમ-તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકની એક નજીવી ભૂલના કારણે રોજે-રોજ માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે. આ દરમિયાન આજે ડાંગ જિલ્લામાં એક દંપતીને રોડ અકસ્માત નડ્યો છે, જેમાં એકનું મોત થયું છે, તો એકને ગંભીર ઈજા પહોંચી છે.

વઘઈથી સાપુતારા માર્ગ પર એક બાઈક અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર દંપતીમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વઘઈ સાપુતારા માર્ગ પરથી આજે બપોરે બાઈક સવાર દંપતી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વઘઈ બોટેનિકલ ગાર્ડ નજક એક ટવેરા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પતિ પત્ની બંને ધડાકાભેર રોડ પર પટકાયા હતા. આ દરમિયાન અકસ્માત સર્જનાર ટવેરા ચાલક ગાડી ઘટના સ્થળે જ મુકી ફરાર થઈ ગયો હતો.

આ સમયે સ્થાનિક વાહન ચાલકોએ દંપતિને બચાવવા માટે તુરંત 108ને અને પોલીસને જાણ કરતા, એમ્બ્યુલન્સ અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ પતિનું પત્નીની નજર સામે જ મોત થઈ ગયું હતું, જ્યારે પત્નીને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

હાલમાં પોલીસ દ્વારા મૃતકને પણ હોસ્પિટલ ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે અકસ્માત કેવી રીતે સર્જાયો, બાઈક સવાર દંપતીના અન્ય પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો અકસ્માત સર્જી ભાગી જનાર મહારાષ્ટ્ર પાર્સિંગની ટવેરાના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર બાઈકનો નંબર નવસારીનો હોવાનું સામે આવ્યું છે, જેથી દંપતી પણ નવસારી વિસ્તારના હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317