કોરોના રસી લીધાના બીજા જ દિવસે થયું વોર્ડ બોયનું મોત,પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, CMOએ જે કહ્યું એ જાણી…

1620
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે પોસ્ટ કરાયેલા મહિપાલ સિંહ (46) નું રવિવારે અચાનક બિમારીને કારણે અવસાન થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે મહિપાલ સિંહને 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાન દરમિયાન રસી આપવામાં આવી હતી અને રસીના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે ચીફ મેડિકલ ઓફિસર એમસી ગર્ગે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે મહિપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશકુમાર સિંહે પણ મહિપાલસિંઘના હાર્ટ એટેકથી મોતની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે મહિપાલના અવસાન બાદ કોરોના રસી અંગે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં, 46 વર્ષિય આરોગ્ય કાર્યકર મહિપાલ સિંહને રસીકરણ દરમિયાન કોરોના રસી આપવામાં આવી હતી.

16 જાન્યુઆરીએ વોર્ડબોય મહિપાલને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. - Divya Bhaskar

પરિવારના આક્ષેપો અંગે સીએમઓએ જણાવ્યું હતું કે, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો એવી ભ્રમણા પેદા કરી રહ્યા છે કે, મુરાદાબાદમાં રસી લેવાને કારણે કોઈનું મોત નીપજ્યું છે. મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હૃદયરોગનો હુમલો છે. આ ઘટનામાં રસી સાથે કોઈ જોડાણ મળ્યું નથી.

સીએમઓએ જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાન અંતર્ગત મુરાદાબાદના 479 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને તમામની સ્થિતિ યોગ્ય છે. મહિપાલના પરિવારના જણાવ્યા મુજબ તેને પહેલાથી ન્યુમોનિયા હતો, જેની સારવાર ચાલી રહી હતી.

મહિપાલ કોરોના સંક્રમિત ન હતા.

મહિપાલ કોરોના સંક્રમિત ન હતા
મહિપાલનાં પરિવારજનોનું કહેવું છે કે તબિયત લથડતાં જોઈ તેને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. મહત્ત્વનું છે કે 16 જાન્યુઆરીએ વોર્ડબોય મહિપાલને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. રવિવારે સાંજે તેમની તબિયત લથડી હતી.

પિતાને નિમોનિયા હતો, હોસ્પિટલથી આવ્યા પછી તકલીફ વધીઃ વિશાલ
મૃતક મહિપાલના દીકરા વિશાલે કહ્યું હતું કે 16 જન્યુઆરીએ તેમના પિતાએ કહ્યું હતું કે તે તેને લઈને જિલ્લા હોસ્પિટલ ગયા, કારણ કે તેમનું કોરોના વેક્સિનેશન થવાનું છે. 16 જાન્યુઆરીએ વેક્સિનેશન પછી તે તેના પિતાને સાથે લઈને આવ્યો ત્યારે તેઓ હાંફી રહ્યા હતા અને ખાંસી આવી રહી હતી. તેઓ કોરોના પોઝિટિવ ન હતા. હા, તેમને નિમોનિયા હતો, હોસ્પિટલથી આવ્યા પછી તેમની તકલીફ વધી ગઈ હતી.

મહિપાલના મોત બાદ મુરાદાબાદના મુખ્ય ચિકિત્સા અધિકારી એસ. સી. ગર્ગ તેમના ઘરે પહોંચ્યા. તેઓએ કહ્યું કે મહિપાલને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો રહેતો હતો. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થઈ ગયું. પરિવારના આરોપ પર સીએમઓએ કહ્યું કે મહિપાલનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. કેટલાક લોકો એવો ભ્રમ ઊભો કરી રહ્યા છે કે મુરાદાબાદમાં વેક્સીનના કારણે કોઈનું મૃત્યુ થયું છે. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ અટેક આવ્યું છે. આ ઘટના સાથે વેક્સીનનો કોઈ સંબંધ નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ