મધ્યપ્રદેશ : બેફામ જતી ગાડી પુલ સાથે અથડાતા થયા ગાડી ના 2 ટુકડા,દેરાણી – જેઠાણી સહીત ૩ ના મોત..

6760
Published on: 2:45 pm, Sat, 12 June 21

સગાવાલા ને ત્યાં લગ્નપ્રસંગે જવામાં ઉતાવળે લીધા જીવ 

મધ્યપ્રદેશના છિંદવાડામાં શુક્રવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રામકોણાથી પરત ફરતી ગાડીની પુલ સાથે પ્રચંડ ટક્કર થઈ હતી, જેને પરિણામે ગાડીના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં 3 મહિલાનાં ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં, જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નાગપુર ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સૌંસરનો રહેવાસી સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા રામકોણા ગયો હતો. શુક્રવારે તે ગાડીમાં પરત આવી રહ્યો હતો. આ દરમિયાન નાગપુર રોડ નજીક ડ્રીમ હોટલ પાસે બાઇકસવાર તેમની કારની સામે આવ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં સચિન જયસ્વાલે કાબૂ ગુમાવ્યો અને ગાડી પુલ સાથે અથડાઈ ગઈ હતી.

2 વ્યક્તિની હાલત ગંભીર

આ દુર્ઘટનામાં સૌંસરની નિવાસી રોશની, માધુરી અને પ્રિયાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. વળી, કારચાલક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં ખસેડાયાં છે.

સગાવાલા ને ત્યાં લગ્નપ્રસંગે જવામાં ઉતાવળે લીધા જીવ 

રામકોણામાં સાંજે લગ્નપ્રસંગ હતો, જેમાં સામેલ થવા માટે કારમાં સવાર પરિવારના સભ્યો સોંસર જઈ રહ્યા હતા. ત્યાંથી તૈયાર થયા બાદ સાંજ સુધીમાં તેમણે લગ્નપ્રસંગમાં હાજરી આપવા જવાનું હતું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317