સુરત: પત્નીએ ભાઈ સાથે મળી દારૂડિયા પતિને આપી સજા, ટેમ્પો પાછળ બાંધીને ઢસડ્યો,

1145
Published on: 3:49 pm, Sat, 27 February 21
  • કડોદરામાં દારૂ પીતા પતિને મળી સજા
  • પતિને ટેમ્પો સાથે બાંધી ઢસડ્યો
  • પતિ પત્નીને દારૂ પી માર મારતો હતો

સુરત જિલ્લામાંથી અરેરાટી પમાડે તેવો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે પતિ ઓ દારૂ પીને પત્ની ઓ પર અત્યાચાર કરતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. પરંતુ સુરતના કડોદરા માં હેરાન પમાડતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકને તેની પત્ની અને સાળાએ ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો હતો. યુવક હાલ હૉસ્પિટલ માં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આવું કૃત્ય કરનાર પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી લીધી છે.

બેભાન હાલતમાં બનેવી બાલકૃષ્ણને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પલસાણા તાલુકાના કડોદરામાં કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ (32) મિલમાં કામ કરે છે, જે પત્ની શીતલ સાથે દારૂ પી અવરનવર ઝગડો કરતો હતો. શુક્રવારે બપોરે 2 વાગ્યે બાલકૃષ્ણએ શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતાં શીતલે દુર્ગાનગરમાં તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈ આવ્યો હતો. અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો, એટલેથી અટકવાને બદલે બાલકૃષ્ણને ટેમ્પાે પાછળ દોરડા વડે બાંધી 2000 ફૂટ સુધી રોડ ઉપર ઘસડી જતાં અરેરાટી ફેલાઇ હતી.

રોષે ભરાયેલા લોકોનાં ટોળાંએ ટેમ્પોને નહેરમાં પલટી મરાવી દીધો હતો.

ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા અને ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, કડોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આ બનાવ બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મહિલાને પતિને છોડાવ્યો હતો. યુવકને હાલ સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બનાવ બાદ પોલીસે આરોપી પત્ની અને તેના ભાઈની અટકાયત કરી લીધી છે.

બનેવીને ટેમ્પો પાછળ ઘસડનાર સાળા અનિલને લોકોએ માર્યો હતો.ટેમ્પો પાછળ ઘસડનાર સાળા અનિલને લોકોએ માર્યો

શુક્રવારે બપોરે પણ બાલકૃષ્ણએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ તેની પત્ની શીતલે તેના ભાઈને બોલાવ્યો હતો. જે બાદમાં શીતલના ભાઈ અનિલે બાલકૃષ્ણને માર માર્યો હતો. એટલું જ નહીં, તે ટેમ્પો ચલાવતો હોવાથી તેણે બાલાકૃષ્ણને એક દોરડાથી બાંધીને ટેમ્પો પાછળ ઢસડ્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317