શિયાળામાં કરો આ એક ખાસ વસ્તુનુ સેવન, રહેશો શરદી-ઉધરસથી દૂર અને વજન પણ ઘટી જશે સડસડાટ

810
Published on: 6:48 pm, Fri, 30 October 20

શિયાળાની ઠંડી

શિયાળાની ઠંડી લહેરખી આપણા ગુજરાતમાં તો શરૂ થઈ જ ગઈ છે અને બસ થોડા દિવસોમાં લોકો પોતાના કબાટ, માળિયા અને તીજોરીમાંથી સ્વેટર, શાલ અને મોજા પણ કાઢવા લાગશે. આમ તો શિયાળાની ઋતુ લોકોને પ્રિય હોય છે. કારણ કે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની તો મજાજ કંઈક ઓર હોય છે. તેમજ શિયાળામાં વિવિધ પ્રકારના ફળ-ફળાદી પણ આવતા હોય છે અને વિવિધ જાતના વસાણા પણ બનાવવામાં આવતા હોય છે માટે ઘણા બધા લોકોને આ ઋતુ પ્રિય છે.

પણ શિયાળાની એક સૌથી મોટી સમસ્યા હોય તો તે છે શરદી-ઉદરસ, અને વાયરલ ઇન્ફેક્શન અને શિયાળામાં વધારે પ્રમાણમાં ખવાતું હોવાથી લોકોને વજન વધવાની સમસ્યા પણ રહેતી હોય છે. આપણે બધા હાલ કોરોના વાયરસની મહામારીથી પહેલેથી જ ઘેરાયેલા છે અને તેમાં પણ શિયાળામાં જો રોગનો ભોગ બનીશું તો તેમાંથી ઉગરવું ઘણું કપરુ થઈ પડશે. માટે સાવચેતી પહેલેથી જ રાખવી ખૂબ જરૂરી છે.

તો આજે અમે તમને કેટલીક એક એવી વસ્તુના સેવનના લાભો વિષે જણાવીશું જે તમારા શિયાળાને ચિંતા કરવા લાયક નહીં પણ માણવા લાયક બનાવશે. તે તમને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખશે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે અને સાથે સાથે તમને ભરપૂર ઉર્જા પણ આપશે.

ખજૂર માનવ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. અને ખાસ કરીને શિયાળામાં તો તે બિલકુલ ઉત્તમ ખોરાક છે. તમારે ઓછામાં ઓછું શિયાળા દરમિયાન તમારા આહારમાં નિયમિતપણે ખજૂરનો ઉમેરો કરવો જ જોઈએ. ખજૂર તમને ભરપૂર ઉર્જા પુરી પાડે છે અને સાથે સાથે વજન ઘટાડવામા પણ મદદ કરે છે. તો આજે અમે તમને જણાવીશું ખજૂરના લાભો વિષે.

ખજૂર સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ અઢળક રીતે લાભપ્રદ હોય છે. ખજૂરમાં કેટલાએ પ્રકારના વિટામિન્સ સમાયેલા હોય છે. ખાસ કરીને શિયાળામાં ખજૂર ખાવાથી પુષ્કળ લાભ થાય છે. એટલુ જ નહીં પણ ખજૂરમાં કેટલાએ પ્રકારના મિનરલ્સ, શુગર, કેલ્શિયમ, આયરન પોટેશિયમ હોય છે જે તમારા શરીરને ઘણાબધા લાભ પહોંચાડે છે.

જે લોકો વજન ઘટાડવા માગે છે તેમણે, હાડકા માટે, નર્વસ સિસ્ટમ માટે, પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમા પૌષ્ટિક તત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે તેવામાં તે શરીર માટે ખૂબ જ લાભપ્રદ છે.

ખારેકમાં વિવિધ પ્રકારના વિટામિન્સ સમાયેલા હોય છે જેમ કે વિટામીન એ, સી, ઈ, કે, બી2, બી6, નિયાસિન અને થિયામિન પણ તેમાં હોય છે. એવુ કહે છે કે ઇરાકમાં ખજૂરની લગભઘ 100 વેરાયટી છે. તે તમારા વાળના સ્વાસ્થ્ય માટે પણ લાભપ્રદ છે. તમારે તમારા રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ.

શિયાળામાં ખજૂર ખાવાથી આ લાભો તમને થાય છે.

તમારે રોજ ખારેક કે ખજૂર વાળુ દૂધ પીવું જોઈએ. તેમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેને તમારા રોજિંદા ડાયેટમાં સમાવવું જોઈએ. ભૂખ ઓછી લાગે છે. આ સિવાય તમારે ખજૂર અથવા ખારેકનો માવો લઈને તેને દૂધમાં પકાવવું જોઈએ. ત્યાર બાદ તેને ઠંડુ કરીને તેને પીસે લેવું. તેને ખાવાથી તમારી ભૂખ વધે છે. અને ખોરાક પણ સરળતાથી પચે છે.

ખજૂરમાં કુદરતી શર્કરા હોય છે જે તમારી ઉર્જા વધારે છે. તેમા હાજર વિટામીન એ ત્વચાના સવાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. શુષ્ક અને મૃતત્વચાની કોશિકાઓને હટાવીને તે નવા કોષોને જન્મ આપે છે. તેનાથી ત્વચા કોમળ, ગ્લોઇંગ અને સ્વસ્થ રહે છે.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.