પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ, આ રાજ્યના મુખ્યમંત્રીની મોટી જાહેરાત..

1540
Published on: 7:01 pm, Thu, 25 February 21
  • 9,10 અને 11ના વિદ્યાર્થીઓ વગર પરીક્ષાએ થશે પાસ
  • તમિલનાડુના મુખ્યમંત્રીની મોટી જાહેરાત
  • વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની અપીલને ધ્યાને લઈને લેવાયો નિર્ણય

રાજ્ય સરકારે નિષ્ણાંતો, વાલીઓ અને વિદ્યાર્થીઓના અભિપ્રાય પર વિચાર કર્યો, જેણે  2020-21 શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક કે બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. જેમાં સરકારે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના આગામી ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ 110 હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, 2020-21ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી દેવામાં આવશે.

 Tamil Nadu: પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

તમિલનાડુ ના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ એ ગુરૂવારે રાજ્યમાં ધોરણ 9, 10 અને ધોરણ 11ના બધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના  (9th, 10th, 11th class exam) આગામી વર્ગમાં પ્રમોટ કરવાની જાહેરાત કરી છે.

એક્સપર્ટસ સાથે બેઠક બાદ નિર્ણય
સીએમ પલાનીસ્વામીએ કહ્યુ, કોરોના વાયરસ મહામારી ટીચર્સ અને વિદ્યાર્થીઓ માટે એક અસાધારણ પડકાર બનીને સામે આવી છે. તેવામાં રાજ્ય સરકારે નિષ્ણાંતો, વાલીઓ અને વિદ્યાર્થીઓના અભિપ્રાય પર વિચાર કર્યો, જેણે  2020-21 શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક કે બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. જેમાં સરકારે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના આગામી ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે.

એજ્યુકેશનલ ચેનલ દ્વારા થયો અભ્યાસ
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે. તેમણે કહ્યું, મહામારીને ફેલાતી રોકવા માટે શાળાઓને 25 માર્ચ, 2020થી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 19 જાન્યુઆરીથી માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. તેના કારણે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન એજ્યુકેશનલ ટીવી ચેનલ કાલવી થોલઈકાચી દ્વારા અભ્યાસ કર્યો હતો.

Tamil Nadu govt decides against reopening of schools from November 16 |  english.lokmat.com

વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની અપીલને ધ્યાને લઈને લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહામારીને કારણે સર્જાયેલ અસામાન્ય સ્થિતિને જોતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન અભ્યાસ કરી શકતા હતા.

Madhya Pradesh: Regular classes for X, XII in govt schools from December 18

શિક્ષણ મંત્રીએ શાળાઓ ન શરૂ કરવાની કરી વાત 

આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં 1થી8 માટે શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણમંત્રીએ ના પાડી હતી. 12 ફેબ્રુઆરીના રોજ કે.એ.સેનગોટ્ટિયને કહ્યું કે, અત્યારે શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય નથી લેવાયો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317