વેવાઇ-વેવાણ પાર્ટ-2: પુત્રીની ડિલીવરી કરાવવા ગયેલી માતાને વેવાઇ સાથે આંખ મળી, દીકરી બની પ્રેમકથા માં વિલન…

2279
Published on: 3:38 pm, Mon, 15 March 21

વેવાઇ-વેવાણ પાર્ટ-2

શહેરનાં પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર વેવાઇ વેવાણનું ઇલુ ઇલુ સામે આવ્યું છે. સુરતનાં વેવાઇ વેવાણ કાંડ બાદ હવે અમદાવાદમાં પણ વેવાઇ વેવાણનો કાંડ બહાર આવ્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોતાની પુત્રીની ડિલીવરી કરાવવા માટે માં દિકરીના ઘરે ગઇ હતી. જો કે આ દરમિયાન પુત્રીનાં જ સસરા (વેવાઇ) સાથે આંખ મળી ગઇ હતી. જો કે દરમિયાન જમાઇનું મોત થઇ જતા મહિલાએ પોતાની પુત્રીને બીજા સ્થળે પરણાવી દીધી હતી.

જો કે પોતાની પુત્રીનાં બીજા લગ્ન બાદ પણ તેના જુના સસરા સાથે વેવાણે ઇલુ ઇલુ ચાલુ જ રાખ્યું હતું. જો કે બીજા લગ્ન સફળ નહી રહેતા પુત્રી પરત ફરી હતી. જો કે પોતાનાં પૂર્વ સસરા સાથેપોતાની માતા રહે તે પુત્રીને પસંદ નહોતું. જેથી તેણે પોતાની માતાને સંબંધો તોડી નાખવા માટે દબાણ કર્યું હતું. જેથી મામલો વણસી ગયો હતો. આખરે મહિલા હેલ્પ લાઇન 181 ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની બે ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવીને કાયદાકીય સલાહ આપી હતી.

વેવાઇ-વેવાણ પાર્ટ-2: પુત્રીની ડિલીવરી કરાવવા ગયેલી માતાને વેવાઇ સાથે આંખ મળી અને હવે એવું ગુચ્ચમ થયું કે...

દીકરી પહોચી પોતાની માં ને પાછી લાવવા 

મહિલા હેલ્પલાઇનને કોલ મળ્યો હતો કે, મારી દિકરી મને મારા પ્રેમી સાથે રહેવા દેવા માંગતી નથી. મારા પ્રેમી મારી પુત્રીનાં જ પુર્વ સસરા છે. જો કે હું મારી પુત્રી સાથે જવા નથી માંગતી. હું મારા વેવાઇને ખુબ જ પ્રેમ કરૂ છું પરંતુ મારી પુત્રી મારા પર ખુબ જ દબાણ કરે છે. હું ચાર વર્ષ પહેલા મારી પુત્રીની ડિલીવરી માટે ગઇ ત્યારે તેના સસરા સાથે મારી આંખ મળી ગઇ હતી. અમે બંન્ને પ્રેમમાં પડ્યા હતા. જો કે દોઢ વર્ષ પહેલા જમાઇનું દારૂના વ્યસનના કારણે મોત નિપજ્યું હતું. જેથી મે મારી દીકરીનાં બીજા લગ્ન કરાવ્યા હતા. હું મારી દીકરીનાં પૂર્વ સસરા(પ્રેમી વેવાઇ) સાથે રહેવા જતી રહી હતી. જો કે મારી દિકરીનો સંસાર લાંબો ચાલ્યો નહી અને તે ઘરે પરત ફરી હતી. હવે તે મને પણ પરત ફરવા માટે દબાણ કરે છે. હું આવવાની ના પાડું તો મને આત્મહત્યાની ધમકી આપે છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317