અમદાવાદ : મહિલાએ અનૈતિક સંબંધોથી જન્મેલી નવજાત બાળકીનું માતાએ ગળુ દબાવી તેને કચરાનાં ડબ્બામાં નાખી દીધી

1222
Published on: 6:44 pm, Sun, 20 June 21
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની મહિલાની કોચરબ વિસ્તારમાંથી ધરપકડ કરી
  • નિષ્ઠુર બનીને દીકરીનું ગળું દબાવી પતાવી દીધી
  • મહિલાને અનૈતિક સંબંધોથી ગર્ભ રહી જતા બાળકીને હત્યા કરી

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે લાલબત્તી સમાન છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવજાત બાળકીની હત્યા મામલે તેની માતાની ધરપકડ કરી લીધી છે અને જેલ સળિયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ગત 14 ફેબ 2021ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં કચરાની ગાડીમાં એક નવજાત બાળકીની લાશ સ્ટિકની પોલોથીનમાં મળી આવી હતી અને જે મામલે પાલડીના સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી.

અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપી મહિલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી લાશને કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ફેંકી દીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીની હત્યા કરી લાશને ફેંકનાર મહિલાની ધરપકડ કરી છે. 4 મહિના પહેલાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે કોચરબ વિસ્તારમાં આવેલા તમામ ઘરો, દવાખાના, હોસ્પિટલમાં ખાનગી રાહે ગર્ભવતી મહિલાઓની તપાસ કરી હતી અને અંતે ઉત્તરપ્રદેશની મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા અને તે યુપીમાં પોતાના સાસરિયાઓ સાથે રહેતી હતી. પતિ અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાથી 6 મહિના પહેલા જ તે અમદાવાદમાં આવી હતી. ત્યારે મહિલાને અનૈતિક સંબંધોથી આ બાળકી જન્મી હોવાની જાણ પતિને થતા ઝધડો થયો હતો. શિવાનીને ગર્ભ રહેતા પાલડી ખાતેનાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે ચાલતી હતી.જે દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, તે દિવસે શિવાનીના પતિને 24 કલાકની નોકરી હોવાથી તે ઘરે નહોતો આવ્યો. શિવાનીએ જન્મ આપેલી બાળકી અનૈતિક સંબંધો જન્મી હોવાથી પતિ તેને સ્વીકારશે નહી અને પોતાને પણ ઘરમાંથી કાઢી મુકશે તેવુ વિચારીને પોતાની તાજી જન્મેલી બાળકીનુ ગળુ દબાવીને મારી નાખી હતી.

ડોર ટુ ડોરની ગાડીમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી હતી
ફેબ્રુઆરી 2021માં કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જે મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI જે.એન ચાવડા અને PSI એ.પી જેબલીયા તેમજ એસ.પી ગોહિલની ટીમે કોચરબ વિસ્તારમાં અલગ અલગ સીસીટીવી, ઘરો, હોસ્પિટલોમાં તપાસ કરી હતી. ASI વિજયસિંહ અને અન્ય પોલીસકર્મીઓએ ખાનગી તપાસની બાતમીના આધારે મૂળ ઉત્તરપ્રદેશની શિવાની અજબસિંગ શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી પોલીસને ગર્ભવતી હોવાના કાગળો પણ મળી આવ્યા હતા.

demo

ગત 13 ફ્રેબુઆરી રોજ આરોપીના પતિ 24 કલાકની નોકરી પર ગયેલ ત્યારે તેને પ્રસુતિની પીડા થયેલ અને તેને બાળકીને જન્મ આપેલ. જોકે બાળકીના જન્મ બાદ તેને વિચાર આવેલ કે આ બાળકી અનૈતિક સંબંધોના કારણે થયેલ છે. જેથી તેનો પતિ રાખશે નહીં અને તેને પણ કાઢી મૂકશે તે બધું મનોમન વિચારી ને બાળકીનું ગળું દબાવી ને હત્યા કરી પ્લાસ્ટિકની પોલોથીનમાં બધી ને ફેંકી દીધેલ. હાલ આ મામલે વધુ કાર્યવાહી કરવા માં આવી રહી છે.

આખી રાત બાળકીને પ્લાસ્ટીકમાં લપેટીને બાથરૂમમાં મુકી રાખી હતી અને સવારે AMC ની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી આવતા તે ગાડીમાં નાખી દીધી હતી..જે નવજાત બાળકીનો પોલીસને મળી આવતા આ મામલે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમબ્રાંચે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

demo

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317