સુરતમાં પુત્ર ન આપનાર પત્નીને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી, વરાછાની શરમજનક ઘટના..

1302
સુરત ગુજરાત
  • સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શ્વેતરાજ હંસ સોસાયટીમાં હાલ એક મહિલા ધરણા પ્રદર્શન પર ઉતરી
  • બે દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કઢાયેલી મહિલા ન્યાય મેળવવા રસ્તા પર ઉતરી

વરાછામાં એક બિલ્ડરે પુત્ર ન આપનારી મહિલાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ન્યાય માટે તંત્રની મદદ લીધી હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે સાસરીના ઘરમાં પ્રવેશ માટે સામાજિક સંગઠનોની મદદથી ધરણા પર ઉતરી છે. પતિ અને સસરાના ઘર સામે બેનર લઈને અને બન્ને દીકરીઓને લઈને પહોંચેલી મહિલાએ આક્ષેપ સાથે કહ્યું કે, બે દીકરીઓ સાથે ઠોકરો ખાવા અમે મજબૂર છીએ. છેલ્લા દોઢ વર્ષથી ઘર બહાર રખડતું જીવન જીવીએ છીએ. જેથી સાસરિયાના ઘર બહાર ધરણા પર બેસી ન્યાયની અપીલ કરી રહી છું. કોર્ટના દ્વાર પણ ખખડાવ્યાં છે.

સાસરીવાળા મહિલાને ઘરમાં આવતી અટકાવવા કોર્ટમાંથી ઓર્ડર લઈ આવ્યાં હોવાથી મહિલાને ઘરમાં પ્રવેશતા પોલીસે અટકાવી હતી.

આજની નારી પોતાનો હક જતો કરતી નથી. પોતાના હક માટે તે ગમે ત્યાં લડી શકે છે. ત્યારે સુરતમાં બે દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કઢાયેલી મહિલાએ પોતાના સાસરીવાળાઓની સામે મોરચો માંડ્યો છે. મહિલા પોતાના પરિવારજનોની સાથે સાસરીના ઘરની બહાર ધરણા પર બેસી છે. બે દીકરીઓ સાથે બેઘર બનેલી મહિલા આખરે પોતાના હક માટે મેદાનમાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શ્વેતરાજ હંસ સોસાયટીમાં હાલ એક મહિલા ધરણા પ્રદર્શન પર ઉતરી છે. સોનલબેન સવાણી નામની મહિલાને તેના જ સાસરિયાવાળાઓએ 20 મહિનાથી ઘરની બહાર કર્યાં છે. પોતાની બે દીકરીઓ સાથે મહિલા ધરણા પર ઉતરી છે. પોતાનો માનવ અધિકાર મેળવવા મહિલાએ પતિના ઘરની બહાર જ મોરચો માંડ્યો છે. ત્યારે કપોદ્રા પોલીસને જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

No description available.

પતિના ઘરની બહાર ધરણા કરી રહેલા સોનલબેને જણાવ્યું કે, તેમના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. તેમનો પતિ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પરંતુ તેમને સંતાનમાં દીકરો નથી. તેથી તેમના સાસરીવાળા હંમેશા તેમનાથી નાખુશ રહેતા હતા. તેથી તેમના પતિએ તેમને દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. મારી એક દીકરી મારા પતિની પાસે જ છે. તેના બાદ હુ મારા પિતાને ત્યાં પિયરમાં રહી હતી. પરંતુ હું મારો હક મેળવવા માંગું છું. મેં કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. હું છેલ્લાં 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ રહીને મારી દીકરીઓનું ભરણપોષણ કરી રહી છું. આખરે કંટાળીને મેં આ પગલું ભર્યું છે. આખરે મેં ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો.

No description available.

13 વર્ષના લગ્નજીવનમાં 3 દીકરીઓ છે
સોનલબેન વિપુલભાઈ સવાણી (પીડિત મહિલા)એ જણાવ્યું હતું કે, તેમના લગ્નને 13 વર્ષ થઈ ગયા છે. ત્રણ દીકરીઓના માતા-પિતા છે. તેમના પતિ કન્ટ્રક્શનના વ્યવસાયમાં છે. તેઓ લગ્ન બાદ વડોદરા રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરીઓ થઈ પરંતુ પુત્ર પ્રાપ્તિ ન થતી હોવાને કારણે 29-6-2019 ના રોજ રાત્રે 10:30 વાગે તેમના પતિ તેમને વરાછા બહેનના ઘર નજીક રસ્તા પર છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ હું થોડા દિવસ બહેનને ત્યાં અને ત્યારબાદ 6 મહિના પિયર પિતાને ત્યાં રહી હતી. હાલ એક દીકરી પતિના ઘરે છે જ્યારે બે સાથે ધરણા પર બેઠી છું.

સામાજિક સંગઠનો સાથે મહિલાએ બેનર અને કટઆઉટ સાથે વિરોધ કર્યો હતો.

પતિએ લોનનો હપ્તો પણ ન ભર્યો
પતિને વારંવાર વિનંતી બાદ પણ તેઓ સ્વિકારવાની ના પાડતા હોવાનું કહેતા પીડિતાએ ઉમેર્યું કે, આખરે તેઓ વડોદરા દીકરીઓ સાથે જતા રહ્યાં હતા. જ્યાં તેમને ઘરમાં પ્રવેશ પણ કરવા ન દેવાયો હતો. જોકે પોલીસ રક્ષણ માગતા મને ઘરમાં પ્રવેશ મળ્યો હતો. જેને લઈ થોડા સમય બાદ મારા પતિ,સાસુ મારી નાની દીકરીને લઈ સુરત તેમના જૂના મકાને રહેવા આવી ગયા હતાં. વડોદરાનું મકાન બેંકના હપ્તા પર હતું. હપ્તા ભરવાનું મારા પતિએ બંધ કરી દેતા બેંક દ્વારા દરવાજે નોટિસ પણ લગાવી દેવામાં આવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317