સુરત : દિવાળીને લઈને ઘરની સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ, જુઓ લાઈવ વિડીઓ…

1772
Published on: 9:48 am, Sun, 24 October 21
  • વરાછાની અનુરાધા સોસાયટીમાં ચોંકાવનારી ઘટની ઘટી
  • ત્રીજા માળથી નીચે પટકાતી મહિલાના જુઓ લાઈવ CCTV ફૂટેજ
  • 55 વર્ષીય મહિલાના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો

દિવાળીના તહેવાર ને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓના ઘરોમાં સાફસફાઈના કામનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે સુરતના વરાછા માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વરાછાની અનુરાધા સોસાયટીમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે ખાબકી હતી. મકાનના આગળના ભાગમાં આવેલ ગેલરીમાંથી 55 વર્ષીય મહિલા સીધી મકાન આગળ રોડ પર નીચે પટકાઈ હતી જેને લીધે ઘટનાસ્થળે જ મહિલાનું કરુણ મોત થયું હતું. મહિલાના લાઈવ મોતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાના મોતને લઈને દિવાળીના તહેવાર પર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, સાથે જ મૃતકના પરિવાર તરફથી જણાવવામાં આવ્યા અનુસાર, ત્યારે દિવાળીની સફાઈ કરતી વખતે ખોટી ઉતાવળ ન કરવી જોઈએ અને સાવધાની રાખવી જોઈએ.

મહિલા ત્રીજા માળેથી સીધી પાર્ક થયેલી સાઇકલ પર પડી હતી.

ભાવનગરના ગારિયાધારના સાતપડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં 55 વર્ષીય લલિતાબેન જોગાણી ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. લલિતાબેન પોતાના ઘરની સાફસફાઈનું કામ કરી રહ્યાં હતાં. સાફસફાઈ કરતી વેળાએ તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. તેઓ જ્યારે નીચે પડ્યા ત્યારે બાઈક પર એક યુવક નીચે ઊભો હતો. ત્રણ સેકન્ડમાં જ લલિતાબેન નીચે અચાનક પડતાં નીચે ઊભો યુવક પણ ચોંકી ગયો હતો. બાદમાં તમામે તેમને ઊંચક્યાં હતાં. જોકે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમનું મોત થયું હતું.

બાદમાં તમામ લોકોએ લલિતાબેનને ઊંચક્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માથાન ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે તહેવારના ખુશીના માહોલમાં લલિતાબેનના મોતથી જોગાણી પરિવાર સહિત સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે દિવાળીના તહેવાર પર ઘરની સાફસફાઈ કરતા સમયે લોકોને સાવચેત રહેવા માટે આ સીસીટીવી ઘણું કહી જાય છે.

મહિલાના મોતને લઈને સોસાયટીમાં રાડારાડ મચી ગઈ હતી.

માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને મૃત જાહેર કરયા હતા. બનેલી ઘટનાથી જોગાણી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો હતો, સાથે જ અનુરાધા સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317