PM મોદીની લોકપ્રિયતાના કારણે તમે જીત્યા છો, કોઇએ મગજમાં વ્હેમ ન રાખવો : સી.આર પાટીલ

2530
Published on: 6:16 pm, Mon, 28 June 21
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું નિવેદન 
  • આગામી ચૂંટણી તૈયારી શરૂ કરોઃ સી.આર પાટીલ
  • કોઇએ મગજમાં વ્હેમ ન રાખવો: પાટીલની ટકોર
  • PM મોદીની લોકપ્રિયતાના કારણે આપની જીત થઇ છે
  • અપમાન ક્યારે પણ ચલાવવામાં નહીં આવે તેવી ચીમકી ભાજપ અધ્યક્ષે આગેવાનોને આપી

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને કરેલા સંબોધન દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આપી ચીમકી. જે પણ વિજેતા ઉમેદવારો કાર્યકરોનું ધ્યાન નહીં રાખે તેમને ચલાવી લેવામાં નહીં આવે. ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે, અને કાર્યકરોનું અપમાન ક્યારે પણ ચલાવવામાં નહીં આવે તેવી ચીમકી ભાજપ અધ્યક્ષે આગેવાનોને આપી હતી.

પાટણ ખાતે ભાજપની સભામાં સી.આર પાટીલે પોતાના કાર્યકરોને એક મોટી ચેતવણી આપી દીધી છે. સી.આર પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓને ચેતવ્યા કે, ગત ચૂંટણીમાં PM મોદીની લોકપ્રિયતાના કારણે જીતી ગયા હતા. પરંતુ 2022ની ચૂંટણીમાં પૂરતી મહેનત કરવી પડશે. સી.આર પાટીલે કહ્યું કે, પોતાની જીત પર ઘમંડ રાખશો નહીં. અને અત્યારથી મહેનત શરૂ કરવી પડશે.

સીઆર પાટીલે પોતાના સંબોધનમાં વિજેતા ઉમેદવારોને અભિનંદન તો પાઠવ્યા પણ સાથે જ યાદ કરાવ્યું કે તેમની આ જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પક્ષની લોકપ્રિયતાના કારણે છે. કોઈપણ ઉમેદવાર પોતાની લોકપ્રિયતાથી જીત્યા હોવાનું ઘમંડ રાખતો હોય તો એ વહેમ વહેલી તકે દૂર કરે તેવી ટકોર પણ તેમણે કરી હતી. ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે, અને ચૂંટણીમાં કાર્યકરોના દમ પર જ લડે છે.

 

Cong says Covid norms violated at C R Paatil's meeting, seeks action |  India News,The Indian Express

જો કે, સી.આર પાટીલ ભાજપના તમામ ધારાસભ્યોની કામગીરીને લઈ હંમેશા સક્રિય જોવા મળતા હોય છે. થોડા દિવસ અગાઉ ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને એક લેશન પણ આપવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય-સાંસદ હવે પ્રદેશ ભાજપના વિદ્યાર્થી બનશે. વિદ્યાર્થીની જેમ MLA-MPએ પાર્ટીને લેશન બતાવવું પડશે. જેના માટે ભાજપના MLA-MPને પ્રદેશ સંગઠન ટેબલેટ પણ આપશે. ટેબલેટમાં ચૂંટાયેલા સભ્યએ રોજે રોજનો રિપોર્ટ સબમીટ કરવો પડશે. ભાજપ પાર્ટી પેપરલેસ અને ડિઝિટલાઇઝેશન તરફ વળી રહી છે.

જે ફરી વાર ન થાય અને કાર્યકરોનું પણ માન જળવાય તેના માટે તેમણે આકરી ચીમકી આપી હતી. આ વાત આ પહેલા તેઓ ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને પણ કહી ચુક્યા છે, અને ભાજપ અધ્યક્ષ પોતાના આ જ સ્પષ્ટ અને કડક વલણ માટે કાર્યકરોમાં લોકપ્રિય બન્યા છે.

Navsari Lok Sabha Election Result 2019: BJP's C.R Patil triumphs over  Congress's Patel Dharmeshbhai Bhimbhai

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317