સુરતના મોટા વરાછામાં બિલ્ડિંગની ભેખડ ધસી પડતા 2 શ્રમિકોનાં મોત, 8 દટાયા : સૂત્ર

2489
Published on: 4:00 pm, Tue, 23 March 21
  • નિર્માણાધીન ઈમારતની ભેખડ ધસી પડી
  • સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના
  • 5થી વધુ શ્રમિક દટાયા, 2નું મૃત્યુ

https://www.facebook.com/gujaratupdatenews/posts/24854183692023

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે બે શ્રમિકનાં મોત થયાં છે.

 આ દુર્ઘટનામાં શું જાનહાનિ થઈ છે તેના અહેવાલો સામે આવી રહ્યા નથી પરંતુ 20 ફૂટ નીચે સિમેન્ટના સ્લેબ નીચે દટાયેલી જિંદગીઓ હયાત નીકળે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. સુરત શહેર માટે અને બિલ્ડરો માટે આ ઘટના લાલબત્તી સાબિત થાય તેવી શક્યતા છે

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અહીંયા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા ગયા હોવાની ઘટના ઘટી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે.

મદદ માટે લોકો દોડી આવ્યાં

દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આસપાસથી દોડી આવેલા લોકો અને સ્થાનિકોએ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

આ ઘટનાના પગલે રાહત અને રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આ બનાવમાં મજૂરો  20 ફૂટ નીચે દબાઈ જતા બિલ્ડરની લાલિયાવાડી સામે આવી છે. જોકે, હજુ સુધી કેટલાક લોકોને બહાર કઢાયા તે જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાઈ ગયા હોવાના અહેવાલ છે.

2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા અને માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત કહેતા ફાયર અને પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. ઘટના ને જોવા 400-500 નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

 સુરતમાં અવારનવાર અકસ્માતો થતા હોવા છતાં આવા નિર્માણ કાર્યોમાં તકેદારી રાખવામાં આવતી નથી.જોકે ઘટન ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં આપણી નો માહોલ સર્જાયો છે જોકે આ ઘટનાને લઇને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવી માટીમાં દબાયેલા લોકોને બચાવવા માટે ફાયર સાથે રેસ્કયુ ઓપરેશન માં જોડાયા છે

હજી પણ રેસ્ક્યૂ કામગીરી ચાલુ 

આ ઘટના બાદ સાઈટ પર કામ કરી રહેલા અન્ય મજૂરો મદદે દોડી આવ્યા હતા. જોકે, આ ઘટનાથી અન્ય મજૂરો પણ ડરી ગયા હતા. ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ પહોંચી ગઈ છે અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજી સુધી 6 જેટલા મજૂરો માટીના ઢગલા નીચે દબાયેલા છે. હજી સુધી માત્ર 2 જ લોકોને બહાર કાઢી શકાયા છે. ઘટના ને જોવા 400-500 નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317