જૂનાગઢના માળિયા હાટીના વિસ્તારમાં બે કાર વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક કારના ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાથી નજીકના ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી.
આજે વહેલી સવારે મળી રહેલી માહિતી અનુસાર માળિયા હાટીના પાસે ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત સર્જાતા પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર માળિયા હાટીના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં આગ લાગી ગઇ હતી. કાર સળગતા તેની ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણથી વધુ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢ વેરાવળ હાઇવેને મોતનો હાઇવે કહેવાય છે. આ હાઇવે પર જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં (Accident) ત્રણના મોત નીપજ્યા છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ પાસે થયો હતો. ઇકો ચાલકે બાઇક સવારને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર ત્રણ મિત્રો ટ્રિપલ સવારીમાં જતા હતા, ઇકો ચાલકે મારેલી ટક્કરમાં ત્રણના મોત થયા છે.
અકસ્માતના પગલે ગંભીર રીતે ઘાયલ ત્રણેય મિત્રોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણેય મિત્રોના મોત થયા હતા. ત્રણ મિત્રોના એકસાથે મોતથી સમગ્ર પંથક શોકમગ્ન બન્યો છે. ઘટનાના પગલે પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા ઇકોચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો : https://www.facebook.com/gujaratupdatenews/
મોબાઈલ માં ન્યૂઝ માટે વોટ્સેપ કરો આ નંબર પર : +91 98247 23317