6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો : વિદ્યાર્થીઓએ જ નરાધમનો ભાંડો ફોડ્યો

દાહોદમાં ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો. 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રુરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી. જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ દિવસ પહેલાં સીંગવડના પીપળિયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.

આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઊતરી કઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છૂટ્યાં બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી.

આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઊતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબૂલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢું દબાવી દેતાં બાળકી બેભાન થઈ ગઈ.

એસપી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ​​​​​​ જણાવ્યું કે, 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે, આ બાળકી તે દિવસે શાળામાં હાજર ન હોતી. જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી હતી. જોકે, રસ્તામાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા તેણે બાળકીનું નાક અને મોઢું દબાવી દીધું હતું. જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલા તો આચાર્યએ પોલીસને ઘણી ગુમરાહ કરી હતી. પરંતુ અંતે તેણે ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને અડપલાં કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

કોમેન્ટ માં ઓમ શાંતિ લખી શ્રધાંજલિ આપીએ

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ – https://www.facebook.com/gujaratupdatenews/

મોબાઈલ માં ન્યૂઝ માટે વોટ્સેપ કરો : https://chat.whatsapp.com/BhPItQKhTmZ6gwepEOdpzN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top