![](https://gujaratupdate.in/wp-content/uploads/2024/12/image-1024x768.png)
સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. 34 વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશ ભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે.
![](https://gujaratupdate.in/wp-content/uploads/2024/12/image-1.png)
મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્યકર્તા હતા અને સમાજ સેવા પણ કરતા હતા. તેમણે કહ્યું કે અમને હત્યાની આશંકા છે. તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા. તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા. જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા.
![](https://gujaratupdate.in/wp-content/uploads/2024/12/image-2.png)
મૃતક મહિલાના સંબંધી મિનેષ પટેલના જણાવ્યા પ્રમાણે બનાવ સમયે દિપીકાબેનના પતિ ઘરે ન હતા પરંતુ તેમના છોકરાઓ ઘરે હતા. દિપીકાબેને આપઘાત કરી લેવાના મેસેજ મળતા ચિરાગ સોલંકી અને આકાશ નામના વ્યક્તિઓ ત્યા પહોચ્યા હતા. જેમાં ચિરાગ સોલંકી દિપીકાબેન સાથે નગર સેવક તરીકે કામ કરતો હતો. બંનેએ દિપીકાબેનને મૃત ગળેફાંસો ખાધેલી હાલતથી નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરવાની જગ્યાએ તેમના મૃતદેહને સિધો સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જેથી પરિવારજનો દ્વારા આ મામલે અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો : https://www.facebook.com/gujaratupdatenews/
મોબાઈલ માં ન્યૂઝ માટે વોટ્સેપ કરો આ નંબર પર : +91 98247 23317