યોગી મોડલ સુરતમાં અપનાવવા માગ : હોટલનું નામ શ્રીરામ ને માલિક મોહંમદ, આ ચલાવાશે નહીં​​​​​​​,

ઉત્તરપ્રદેશમાં હોટલ સહિત દુકાનોના નામને લઈને ભારે વિવાદ થયો છે. ત્યારે સુરતમાં પણ હોટલોના નામની સાથે માલિકના નામ લખવામાં આવે તેવી માગ પાલિકાની બેઠકમાં ઉઠી છે. ભાજપના કોર્પોરેટરે જ સમગ્ર રજૂઆત કરી છે. સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. તેણે કહ્યુ કે, હિન્દુ નામ ધરાવતી હોટલના નામ મુસ્લિમ માલિકોના હોય છે. જેથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 

કોર્પોરેટર ચોમાલે કહ્યું કે, પાલિકાની હદમાં આવી કોઈ હોટલ મળી આવે તો તેને દંડ કરો. કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ એક અપરાધ છે. હું મહાનગરપાલિકાને વિનંતી કરૂ છું કે, એક એક દુકાનમાં ચેકિંગ કરે અને કોઈએ પણ ગરબડ કરી છે. તો તેના પર કાર્યવાહી કરવામાં આવે. આનો આખો રિપોર્ટ તૈયાર કરી સુરતના મેયરને આપવામાં આવે તેવું મેં સામાન્ય સભામાં કહ્યું છે. હોટલ માલિક છે તે પોતાના નામ પર રાખે. તેની હોટલમાં કોઈ ભોજન લેશે કે નહીં લે એ એક અલગ વિષય છે.

હોટલનું નામાંકન જરૂરી

કોર્પોરેટર વિજય ચોમાલે વધુમાં કહ્યું કે, સામાન્ય સભા મળી હતી. મારો વિષય એ છે કે, લોકો સાથે કોઈ ઠગાઈ ન થાય. 3 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બધાને શુદ્ધ ભોજન મળે, કોઈને પણ ભેળસેળવાળું ભોજન ન મળે. મારૂ માનવું છે કે, હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ યુનિસ, હોટલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહમદ. આ ન હોવું જોઈએ. માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામાંકન થવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, “આવી ઘટનાઓ ઘણા સમય સુધી ચાલી છે, પરંતુ હવે તેને નહીં ચાલવા દઈએ. ભારતીય જનતા પાર્ટીના બધા કોર્પોરેટરો સાથે મળીને આ કાર્યવાહીને આગળ વધારીશું.” કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં વિજય ચોમાલ દ્વારા ઉઠાવવામાં આવેલા યોગી મોડલ અપનવવાના મુદ્દાને તમામ કોર્પોરેટરોએ કોઈપણ વિવાદ વગર સંપત્તિ આપી હોવાનું પણ સામે આવ્યું છે. ઘણા કોર્પોરેટરોએ આ મુદ્દાને યોગ્ય પણ ઠેરવ્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં જ યોગી સરકારે આખા ઉત્તર પ્રદેશમાં તમામ ખાદ્ય પદાર્થોની દુકાનો પર નામ દર્શાવવાનો આદેશ જારી કર્યો હતો.

સોમવારે (30 સપ્ટેમ્બર) સુરત કોર્પોરેશનમાં (SMC) સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન વિજય ચોમાલે (Vijay Chomale) નામના એક ભાજપ કોર્પોરેટરે ‘યોગી મોડલ’ અપનાવવાની વાત કરી હતી અને દરેક હોટેલ પર માલિકનું નામ દર્શાવવા માટે અપીલ કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારો વિષય એ છે કે, તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે. આ સુરતીઓની વિશેષતા છે. 3 ઑક્ટોબરથી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. તેમાં સુરતીઓ સાથે કોઈ ઠગી ના થાય એ મહત્વનું છે. કોઈપણને ભેળસેળવાળું ભોજન ન મળે એ મહત્વનું છે.”

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

કોમેન્ટ માં ઓમ શાંતિ લખી શ્રધાંજલિ આપીએ

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો : https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

Leave a Comment